Board Exam Fee Hike: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાની ફી મા કર્યો 10% નો વધારો. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને 20 રૂપિયાથી લઈ ને 60 રૂપિયા સુધી નો ફી નો બોજ વધશે.
રાજ્ય અને દેશભરમાં લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. તેવામાં ગુજરાત શૈક્ષણિક ધોરણે ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષા ફ્રી માં વધારો કરી વિદ્યાર્થી અને વાલીઓ પર વધારાનો બોજ નાખ્યો છે. ગુજરાત શૈક્ષણિક ધોરણે વર્ષના અંતમા ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય શૈક્ષણિક બોર્ડની સામાન્ય સભા પછી જાહેરાત કરવામાં આવી છે કે 2024 માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા ની ફી માં 10% નો વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ વિષયમાં 10% નો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ પ્રેક્ટિકલ ફી માં પણ વધારો કરવામાં આવ્યો છે.
27 ઓક્ટોબર 2020 ના રોજ બોર્ડની સામાન્ય સભાનો આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા સામાન્ય સભા બાદ શ્રી આ અંગે જાહેરાત કરાઈ હતી. સામાન્ય રીતે શાળાની ફીમા દર વર્ષે પાંચ ટકા સુધીનો વધારો કરવાની છૂટછાટ હોય છે. છતાં પરીક્ષા ફીમાં 10% નો વધારો કરવામાં આવ્યો છે.
ધોરણ વધારા પહેલાની પરીક્ષા ફી રૂપિયાનો વધારો કરાયો વધારા પછી પરીક્ષા ફી
ધોરણ 10 355 35 390
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 605 50 665
ધોરણ 12 સામાન્ય પ્રવાહ 490 50 540
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (પ્રેક્ટીકલ પરીક્ષા) – 10 રૂપિયા નો વધારો –
લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર આફી વધારાની સીધી અસર થશે. પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવાથી વાલીઓ માટે ફી ભરવી મુશ્કેલ બનશે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિને પગલે પરીક્ષાઓ 11 માર્ચથી 26 માર્ચ, 2024 દરમિયાન લેવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષામાં મહત્વના ફેરફારો કર્યા છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે હવે દર વર્ષે માત્ર એકની જગ્યાએ બે પરીક્ષા લેવાશે. માર્ચમાં મુખ્ય પરીક્ષા પછી, તમામ વિષયો માટે બીજી પરીક્ષા હશે, અને બંને પરીક્ષાઓમાંથી શ્રેષ્ઠ પરિણામ ધ્યાનમાં લેવામાં આવશે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, પૂરક પરીક્ષા હવે બેને બદલે ત્રણ વિષયોને આવરી લેશે. તેવી જ રીતે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે, એકને બદલે બે વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવશે.
આ ઉપરાંત સરકારે પરીક્ષાની પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. પરીક્ષામાં હવે વધુ હેતુલક્ષી પ્રશ્નો હશે. આ ફેરફારો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નોંધપાત્ર છે.
બોર્ડની પરીક્ષાઓમાં વધુ પ્રશ્નો હેતુલક્ષી હશે. આંતરિક પસંદગીઓને બદલે વિદ્યાર્થીઓ પાસે પ્રશ્નોમાં સામાન્ય વિકલ્પો હશે. ઉપરાંત, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં, વિદ્યાર્થીઓની તમામ વિષયો પર કસોટી લેવામાં આવશે.
Comments
Post a Comment